About Us

સાહિલ હિંગોરજા વિશે

નમસ્કાર મિત્રો મારું નામ સાહિલ હિંગોરજા છે. હું એક ગુજરાતી છું અને ગુજરાત રાજ્ય ના રાજકોટ જિલ્લા માં આવેલા ગોંડલ તાલુકા માં રહું છું.

મારા અભિયાસ ક્રમ ની હું વાત કરું તો મે 12 Commerce પછી B.COM ક્ષેત્ર માં Graduation પૂરું કરેલું છે. અને મારી પાસે MPHW (Multipurpose Health Worker) ની Degree પણ છે. એ સાથે સાથે હું ગુજરાત સરકાર દ્વાર બહાર પડતી સરકારી ભરતી ની તૈયારી પણ કરું છું.

પરંતુ મને લોકોના સ્વાસ્થય વિશે અવનવી બાબતો જેવી કે સરકારી સ્વાસ્થય સબંધિત કાર્યક્રમો, યોજનાઓ, યોગ અને સ્વાસ્થય, પ્રાથમિક સારવાર, પ્રાથમિક આરોગ્ય તપાસ, ઘરેલુ સ્વાસ્થય સબંધી ઉપચાર, પ્રાથમિક રોગો સામે રક્ષણ, આયુર્વેદિક દવાઓ અને લોકોના સ્વાસ્થય સબંધી વિચારો ને જાણવામાં અને તેનો અભીયાસ કરીને સમજવા માં ઘણી રુચિ છે.

હું કોઈ MBBS Dr. કે મોટો Surgeon નથી પરંતુ મે અત્યાર સુધીમાં મારા અનુભવો થી અને વાંચન ની ઋચેને કારણે જે જ્ઞાન મેળવ્યું છે. એ જ્ઞાન ને આપ સુધી આ બ્લોગિંગ ના માધ્યમ થી પહોંચાડવા માંગુ છું.

કેમ કે લોકો પોતાના શરીર ને તંદુરસ્ત અને નીરોગી બનવા માટે ખૂબજ મેહનત કરતા હોય છે.અને બને તેટલા સારા અને મોટા ડોકટરો ને ત્યાં જય સારવાર લેતા હોય છે. પરંતું હું આ બ્લોગ થકી એવા લોકોને મદદ કરવા માગું છું.

તેથી હું આપને એવા પ્રાથમિક ઉપચાર અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપીશ કે જે માહિતી ની મદદ થી આપ બીલકુલ Free માં અને જાતે પોતાના સ્વાસ્થય ને સારું બનાવી શકશો.અને જાતે જ ઘરે પ્રાથમિક સારવાર કરી શકશો.

સ્વાસ્થય એટલે ફક્ત બીમારીનું ન હોવું કે નબળાઈ ન હોવી તે જ નહીં પરંતુ એક સંપૂર્ણ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રિતે તંદુરસ્ત હોવું.

હું એક ગુજરાતી હોવાને લીધે મને મારી માતૃભાષા ગુજરાતી ઉપર ગર્વ છે તેથી આપને આ બ્લોગ ની મદદ થી ગુજરાતી માં સ્વાસ્થય ને સબંધિત માહિતી આપવા માંગુ છું. આ માટે મે આ બ્લોગ બનાવ્યો છે. જે મારા તમામ ગુજરાતી લોકો ને ખુબ ઉપિયોગી સાબિત થશે એવી આશા રાખું છું અને આપ સવ દ્વારા મને સંપૂર્ણ સહકાર મળે આવી મારી આપને નમ્ર વિનતી છે.

જય જય ગરવી ગુજરાત...

ભૂમિ સાદિયા વિશે

નમસ્તે મિત્રો,

મારુ નામ ભૂમિ સાદિયા છે. હું મારા વિશે થોડુંક કહેવા માગું છું. હું આ VuWik હેલ્થ બ્લોગ ની લેખક છું. હું એક ગુજરાતી છું અને ગુજરાતી મારી માતૃ ભાષા છે અને હું ગુજરાત રાજ્ય ના જૂનાગઢ જિલ્લા માં રહું છું. મને ઘરેલુ નુસ્ખાઓ, અવનવી વાનગી, તંદુરસ્તી ને લગતા ઉપાયો વિષે નવું નવું જાણવાનું અને નવા સમજવાનું ખુબજ ગમે છે. જેથી મારા અનુભવો તમને ઉપયોગી થાય એવી અનેક પ્રકાર ની માહિતી તમારી સાથે Share કરવા માંગુ છું.

અત્યાર ના સમય માં બધા લોકો ને વિદેશી દવાઓ કરતા દેશી દવાઓ, કુદરતી ઈલાજો, આર્યુવેદીક ઉપચારો નો ઉપયોગ કરવા વધારે ગમતા હોઈ છે. બધા ને ખબર છે આર્યુવેદીક ઉપચારો થી ક્યારેય શરીર ને નુકશાન થતું નથી. તેના ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરી શકીએ છીએ. તે માટે આપણી ગુજરાતી ભાષા માં સહેલા અને સરળ મારા અનુભવો તથા મારુ જ્ઞાન તમારી સાથે Share કરવા ઈચ્છું છું. જેથી તમને જીવન માં ઉપયોગી કુદરતી સૌંદર્ય અને ઘરેલુ નુસ્ખાઓ વિષે પોતાની માતૃ ભાષા માં જાણવા મળે.

બધા ગુજરાતીઓ ને ગુજરાતી ભાષા સમજવામાં અને બોલવામાં વધારે સહેલી પડે છે. ઘણી વાર આપણે ઘરે બેઠા ઈલાજો અથવા તંદુરસ્તી ને લગતા પ્રશ્નો હોઈ છે તેનો ઉકેલ જોઈતો હોયતો સરળતાથી મળી શકતો નથી. આથી મને આ બ્લોગ બનાવવાનો વિચાર આવ્યો.

મને પણ બહાર Beauty Parlor માં જવા કરતા ઘરે જ કુદરતી સુંદરતા મેળવવી ખુબ ગમે છે ત્યાં ઘણી પ્રકાર ના Cosmetics અને અજાણ્યા Chemicals નો ઉપયોગ કરીને આપણા ચહેરા, વાળ કે શરીર પર ઉપયોગ કરાતો હોઈ છે. જે લાંબા સમયે શરીર માં આડ અસર દેખાડે છે. જેથી ઘર ગથ્થું ઉપાયો જેવા કુદરતી સુંદરતા ક્યાંય જોવા ના મળે. સૌથી શ્રેષ્ઠ વિચાર છે.

જીવન આપણું ખુબ અમૂલ્ય છે. તેની પોતાના શરીર ની સંભાળ હંમેશા રાખવી જોઈએ.

એટલે કે અવનવા Cosmetics નો ઉપયોગ હંમેશા ટાળવો જોઈએ. શરીર સાથે કોઈપણ જાત નો Risk ના લેવો. જેથી કોમ્પ્યુટર ના માધ્યમ દ્વારા તમારી સાથે જોડાય અને લાભદાયક માહિતી Share કરવી મને ગમશે.

લોકપ્રિય પોસ્ટ્સ