Swachta Nibandh - સ્વચ્છતા નિબંધ ગુજરાતી ભાષા માં

આપણે સ્વચ્છતા વિષે ઘણું બધું જાણવા જેવું છે. જેમાં સ્વછતા થી આપણે રોગ ના થાય તંદુરસ્ત રહીયે એવી રીતે સ્વછતા આપણા ઘર માં કે બહાર રાખવી ખુબજ જરૂરી છે. સ્વચ્છતા રાખવાથી આપણે ઘણા બધા ફાયદાઓ થાય છે. મન પ્રફુલ્લિત રહે છે. શરીર તંદુરસ્ત રહે છે અને "સ્વચ્છતા ત્યાં પ્રભુતા" તેવી કહેવત પણ છે.

આપણા દેશમાં સ્વચ્છતા વિષે ગાંધીજી એ ખુબ સમજાવ્યુ છે. તે હંમેશા સ્વચ્છતા રાખવા નું કહેતા. તેણે જ આપણને કહ્યું કે પોતાની આસપાસ સ્વચ્છતા ની જાણવણી કરવાની સબંધિત શિક્ષણ આપી દેશને ખુબજ સરસ સંદેશ આપિયો છે.

ગાંધીજી એ "સ્વચ્છ ભારત" નું સ્વપ્નું જોયું હતું. જેના માટે તે ઇચ્છતા હતા કે ભારત દેશ ના દરેક નાગરિક મળીને ભારત દેશ ને સ્વચ્છ બનાવવા માટે કાર્ય કરે. જેના માટે ગાંધીજી ના આ સ્વપ્ન ને પૂરું કરવા માટે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ 2 October, 2014 ના દિવસે "સ્વચ્છ ભારત અભિયાન" શરુ કર્યું અને તેમના આ સફળ કાર્ય ના હેતુ દ્વારા ભારત ના બધા નાગરિકો ને આ અભિયાન સાથે જોડાવવા માટે અપીલ કરી હતી.

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નો ઉદેશ્ય એ હતો કે હવે ના 5 વર્ષ માં સ્વચ્છ ભારત નું લક્ષ્ય પ્રાપ્ત થઇ શકે જેથી બાપુ ની 150 મી જન્મ જયંતિ ના દિવસે લક્ષ્ય પ્રાપ્તિ ના રૂપ માં ઉજવણી કરી મનાવી શકીયે.

સ્વચ્છ ભારત અભિયાન સફાઈ કરવાની દિશા માં દર વર્ષે 100 કલાક કાર્યરત રહેવા માટે લોકો ને પ્રેરિત કરે છે. માનનીય પ્રધાન મંત્રી દ્વારા મૃદુલા સિન્હા, સચિન તેંડુલકર, બાબા રામદેવ, શશી કપૂર, અનિલ અંબાણી, કમલ હસન, સલમાન ખાન, પ્રિયંકા ચોપડા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટિમ જેવી નામચિન્હ હસ્તીઓ ને આમંત્રણ આપિયું હતું

જેથી તેઓએ સ્વચ્છ ભારત અભિયાન માં પોતાનો સહયોગ અર્પી અને તેઓએ Social Media ઉપર Hashtag #MyCleanIndia લખીને પોતાનો સહયોગ આપવા માટે કહ્યું હતું. જેથી સ્વચ્છતા વિષે બધાને ખબર પડે અને લોકો આપણી સાથે સ્વચ્છતા માટે જોડાઈ અને પ્રેરિત થાય.

એક કદમ સ્વચ્છતા કી ઓર

ભારત સરકાર એ એક એવું રચનાત્મક અને સહયોગાત્મક મંચ પ્રદાન કર્યું હતું કે જે રાષ્ટ્રવ્યાપી આંદોલન ની સફળતા સુનિશ્ચિત કરે છે અને બધું જાહેરાત કરવી અને લોકોને ટેલિવિઝન દ્વારા, સમાચાર પત્રક દ્વારા તથા Social Media દ્વારા નાગરિકો અને સંગઠનો ને સ્વછતા અભિયાન સબંધી પ્રયાસો વિષે જાણકારી અને જાહેરાતો આપે છે.

કોઈ પણ વ્યક્તિ, સરકારી અથવા ખાનગી સંસ્થા ઓ તથા પોતાની સંસ્થા (સ્વયઁ સંસ્થા) સંગઠન માં ભાગ લઇ શકે છે અને આ આભીયાન નું ઉદેશ્ય લોકોને તેમની રોજિંદા કર્યો માંથી થોડો સમય કાઢીને ભારત માં સ્વચ્છતા સંબંધિત કર્યો કરવામાં પ્રોત્સાહિત કરવાનું છે. આ લક્ષ્ય એક પગલું સ્વછતા ની તરફ નું છે.

ચાલો, સ્વચ્છ ભારત નિર્માણ માટે સાથે મળી ને કામ કરીએ.

આપણી સરકાર અન્ય લોકો ને તેમના આસપાસ ના સ્થળ, જગ્યાઓ સ્વચ્છ રાખવા માટે પ્રેરણા આપે છે. આપણી સરકાર એ સ્વચ્છ ભારત અભિયાન Portal ના રૂપમાં એક રચનાત્મક અને સહયોગ દ્વારા મંચ પ્રદાન કર્યું છે.

જ્યાં દરેક હરીફ દરેક લોકોને કોઈ વિશેષ સ્થાન ને સાફ કર્યા પછી તેમની પહેલા ની અને પછીની Photo બનાવી શકીએ છીએ.

દરેક લોકોએ સૌથી પહેલા પ્રતિજ્ઞા લેવી જોઈએ અને ત્યાર બાદ બધા વ્યક્તિઓ ની આસપાસ ની સફાઈ કરવા માટે આમંત્રિત કરવા પડશે. આ કાર્ય નિશ્ચિત સમય માં પૂર્ણ થઇ જવું જોઈએ સ્વચ્છ ભારત સમુદાય વધુ માં વધુ સ્વયઁ સેવકો ને આ સ્વચ્છતા અભિયાન થી જોડીને પોતાની આસપાસ ના સ્થળો માં આ અભિયાન ના સફળ કાર્ય ને સુનિશ્ચિત કરવા નું હોય છે.

આ બધી પ્રવૃતિઓ ના ઉદેશ્ય થી વધુ માં વધુ લોકો ને આ અભિયાન સાથે જોડીને એક જન-આંદોલન બનાવવા નું જેથી 2019 સુધી ગાંધીજી ના સ્વચ્છ ભારત નું સ્વપ્ન પૂર્ણ થઇ શકે.

સ્વચ્છ અને હરિયાળું ભારત

સ્વચ્છ ભારત અભિયાન નો ઉદેશ્ય ફક્ત આસપાસ ની સફાઈ કરવાનો જ નથી પરંતુ નાગરિકો ના સહકાર થી વધુ માં વધુ ઝાડ ઉગાડવાનો, પ્રદુષણ રહિત વાતાવરણ બનાવવા નો, શૌચાલય ની સુવિધા ઉપલબ્ધ કરીને એક સ્વચ્છ ભારત નું નિર્માણ કરવું છે.

દેશ માં પ્રવાસીઓ પ્રોત્સાહન આપવા માટે સ્વચ્છ ભારત નું નિર્માણ કરવું ખુબજ મહત્વપૂર્ણ છે. અસ્વચ્છ ભારત ની છબીઓ ભારતવાસીઓ માટે ખુબજ શરમજનક બાબત બની જાય છે.

જેથી સ્વચ્છ ભારત નું નિર્માણ તથા ભારત દેશ ની છબી સુધારવા માટેનો આ ખરો સમય તથા પ્રસંગ છે. આ આભીયાન ફક્ત નાગરિકો માટે સ્વચ્છતા સબંધિત આદતો આપનાવવા તથા દેશની છબી સ્વચ્છતા માટે તાતપરતા થી કામ કરતા દેશ ના રૂપ માં બનાવા માટે પણ મદદગાર થાશે.

સુધારેલી સ્વચ્છતા વ્યવહાર નો સ્વીકાર 2020 સુધીમાં

ગ્રામ્ય વિસ્તારો માં રહેવા વાળા બધા લોકો ને ખાસ કરીને બાળકો અને સંભાળ રાખનારાઓ દ્વારા હંમેશા સલામત સ્વચ્છતા પ્રથા આપનાવો.

ઘન અને પ્રવાહી કચરા નું Management 2022 સુધીમાં

નક્કર અને પ્રવાહી કચરા નું અસરકારક સંચાલન કે જેથી ગામ નું વાતાવરણ હંમેશા સ્વચ્છ રહે.

સંપૂર્ણ સ્વચ્છતા પર્યાવરણ બનાવવું

સ્વચ્છ વાતાવરણ ની પ્રાપ્તિ અને ખુલ્લી જગ્યાઓ પર ગટર નાબુદી. જ્યાં માનવ ગટર ના કચરાનો સુરક્ષિત રીતે સંચાલન કરી નિકાલ થાય છે.

Conclusion

આપણે હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ જેથી મંદવાડ અને ગંદવાડ થી દૂર રહેવાથી હામેહસા તંદુરસ્તી સારી રહે અને બીમારી થી બચી શકીએ.

તેથી જ કહેવામાં આવ્યું છે કે "તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત", "પાણી બચાવો પાણી તમને બચાવશે", "જળ એજ જીવન" આ બધા Slogan સ્વચ્છતા ને સબંધિત છે. તેને ધ્યાન માં રાખીને જીવન જીવવાથી હંમેશા સુખમય જીવન રહે છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો